વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી આપી

0
0
/

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે થયેલી માથાકુટમાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ સગર્ભા પત્નીના પેટના ભાગે અને શરીરે માર મારી, ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ, મૂળ જાંબુડીયા ગામના વતની અને હાલ ભેરડા ગામે પિયરમાં રહેતા ફરિયાદી ઇલાબેન કિશોરભાઈ વઘોરાએ તેમના પતિ કિશોર રામજીભાઈ વઘોરા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના લગ્ન ૧૧ વર્ષ પહેલા આરોપી પતિ સાથે થયા હતા. ઈલાબેન હાલ આઠ માસનો ગર્ભ ધરાવે છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ફરિયાદી પોતાના પિયરમાં હોય અને માતા પિતા મજુરી કરતા હોય તેમજ ગર્ભાવસ્થાના કારણે બાળકો રાખવામાં તકલીફ પડતી હોવાથી, પોતાના પતિ કિશોરભાઈને કોઈ પરિચિત મારફતે સંદેશો મોકલી એક બાળક પોતાની સાથે લઈ જવા જણાવ્યું હતું. આથી કિશોરભાઈ ભેરડા ગામે આવ્યા હતા, પરંતુ તેઓ બાળકોને લીધા વિના જ હોસ્પિટલ ચાલ્યા ગયા હતા. જેથી ફરિયાદી પોતાના બંને બાળકોને હોસ્પિટલ મૂકી આવ્યા હતા. બાદમાં આરોપી બાળકોને પરત મુકવા આવ્યા ત્યારે ગુસ્સે થઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. પતિએ સગર્ભા ઈલાબેનના પેટના ભાગે લાતો મારતા તેમને અસહ્ય પીડા ઉપડી હતી, તેમજ વચ્ચે છોડાવવા પડેલા તેમના ભાભીને પણ સામાન્ય ઈજા થઈ હતી. મહિલાને તાત્કાલિક ૧૦૮ મારફતે વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/