મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર લાકડાના ધોકાથી હુમલો

0
0
/

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા એક ૨૨ વર્ષીય યુવક પર જૂની અદાવત રાખીને એક શખ્સે લાકડાના ધોકા વડે હિંચકારો હુમલો કર્યો હતો. આરોપીએ યુવકને બેફામ માર મારવા ઉપરાંત તેની મોટરસાયકલમાં તોડફોડ કરી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટનાની વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દિવ્યરાજભાઇ કિરણભાઇ સનારીયા નામના યુવકે રાજપર ગામમાં રહેતા ભાવેશભાઇ દેવકરણભાઇ સાવરીયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના કે.કે.સ્ટીલની સામેની શેરીમાં ભોલે પાનની દુકાન પાસે બની હતી. આરોપી ભાવેશએ ફરિયાદી દિવ્યરાજભાઇ સાથે જૂના મનદુઃખનો ખાર રાખીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને કમરના ભાગે તથા બંને પગના સાથળ પર ધોકાના ઘા મારીને મૂઢ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત, આરોપીએ જાહેરમાં ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર જી.જે.-૦૩-જે.જી.-૭૧૬૫)ના આગળના ભાગે ધોકા ફટકારીને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/