મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

0
15
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી સાથે પ્રેમસંબંધ હોય જેથી અવારનવાર તેઓના ઘર પાસે આવ-જા કરતા હોય જે આ કામના આરોપી નં. ૧ નીરંજનભાઈ બીંદ ના પરીવારના સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાહેદ બેસેલ હતા ત્યાં આ કામના આરોપી નં. ૨ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદ તથા આરોપી નં.૩ હીમાંશુ બીંદ આવી ફરીયાદીને જાપટા. મારી બીલ્મ્સસ ગાળો આપી ઠામ પતાવી દેવાની ધમકી આપી પાછળથી આરોપી નં. ૧ તેના ભાણેજ આરોપી નં. ૪ અને આરોપી નં. ૫ મોહન સાથે આવીને ફરીયાદી તથા સાહેદને બીભત્સ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપી નં. ૧ નાએ સાહેદને માથામાં છુટા પરના ધા કરી ફેકચર જેવી ઈજા કરી તેમજ આરોપી નં. ૫ મોહને પોતાની પાસે રહેલ રીવોલ્વર જેવુ હથીયાર ફરીયાદી સામે તાકી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરી તમામ આરોપીઓએ ગુાનમાં એકબીજાની મદદગારી કરી મોરબી જીલ્લા મેજી. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની ફરીયાદ રજીસ્ટર કરી આ કામના ફરીયાદના આધારે મોરબી સીટી બી ડીવી. પોલીસે બી. એન. એસ. એકટ ની કલમ- ૧૦૯,૧૧૫(૧),૧૧૭(૨),૩૫૨,૩૫૧(૩),૧૨૫, ૫૪ તથા આર્મ્સ એકટની કલમ- ૨૫(૧-બી) (એ), ૨૭(૨), જી.પી એકટની કલમ- ૧૩૫ વીગેરે મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આરોપી હીમાંશુ નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નિરંજનભાઈ બીંદ નાએ મોરબીના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે આરોપી પક્ષના એડવોકેટે દલીલ કરેલ કે આ કામના આરોપીને ખોટી રીતે બનાવ માં ફીટ કરી દીધેલ હોય અને આ કામના આરોપીએ ફરીયાદી ઉપર તમંચા જેવા હથિયારથી ફાયરીંગ કરેલ નથી કે ફરીયાદીને કોઈ જીવલેણ ઈજા કરેલ નથી કે કોઈ માર મારેલ નથી અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામ. ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ રાખેલ . બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી બંને આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા,જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, હસમુખ ચાવડા, જયદીપભાઈ મહેતા ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/