મોરબીમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મારફત 125 કેસ કરીને રૂપિયા 23,050 નો દંડ વસુલ કરાયો

0
136
/

તાજેતરમાં મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી જીલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી, આ સઘન ચેકિંગ કામગીરીમાં આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત મોરબીના ટોબેકો કંટ્રોલ સેલ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા પોલીસ વિભાગ પણ સાથે જોડાયેલ હતા.

ખાસ કરીને COTPA-2003 એક્ટ ની કલમ ૬(અ) અન્વયે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે, અને તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે તેમની દુકાન પર ૬૦*૩૦ સેમી સાઈઝનું બોર્ડ પણ લગાવવાનું ફરજીયાત હોય છે, પણ જીલ્લામાં આવી ઘણી બધી દુકાન ઉપર દુકાનદારો દ્વારા આવા બોર્ડ લગાવવામાં આવેલ ન હતા, તેથી આ ટીમ દ્વારા જીલ્લાની જુદી જુદી જગ્યાએ સઘન તપાસ કરી, આ તપાસ દરમ્યાન અમુક દુકાનદારોએ બોર્ડ લગાવી નિયમનું પાલન કરવામાં આવેલ  હતું.જયારે અમુક દુકાનદાર દ્વારા આવું બોર્ડ ન લગાવી નિયમનું ઉલ્લઘન કરેલ, ઉપરાંત કલમ ૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે છતાં પણ અમુક દુકાનો શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની કે તમાકુની બનાવટ વેચતા જોવા મળેલ માટે તેવા દુકાનદારો પાસેથી પણ દંડ વસુલ કરવામાં આવેલ હતો જીલ્લાની ટીમ દ્વારા કુલ ૧૨૫ કેસ કરીને કુલ ૨૩૦૫૦/- રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો.

તો મોરબી જીલ્લાના તમાકુ કે તમાકુની કોઈ પણ બનાવટ વેચનાર દરેક વેપારીઓને નિયમ મુજબ, નિયત સાઈઝમાં “૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે.” જે મુજબનું ચેતવણી દર્શક બોર્ડ લગાડવા અને તેમનું પાલન કરવા મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ  દુકાનદારોને સુચન કરે છે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/