[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ રીતે રિટર્ન થઈ રહ્યા છે. આ લોકોને કોઈ મોટી અગવડતા પડી નથી. આ પૈકીના મોટાભાગના લોકો આશ્રમોમાં રોકાયા હોવાથી ત્યાં રહેવા અને જમવા સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ મળી હતી.
આ અંગે મહાકુંભથી હાલ જ સ્નાન કરીને પરત આવવા નીકળેલા દીપસિંહ ગઢવીએ જણાવ્યું કે ટ્રાફિક ભયંકર છે. હજુ લોકોની આવક ચાલુ જ છે. હરિદ્વારવાળા ગુરુદેવના આશ્રમમાં હતા. એટલે સુવિધા સારી હતી. અમે આશ્રમથી બહાર જ નીકળ્યા ન હતા. શાહી સ્નાનને પગલે 3 દિવસ માટે 40 કિમિ પહેલા મોટા વાહનો બંધ કરી દેવાયા હતા. અમારા આશ્રમમાં 40 જેટલા મોરબીના લોકો હતા. સુરેન્દ્રનગર પંથકના એક આશ્રમમાં 250 જેટલા લોકો મોરબીના હતા. ડો. પ્રવીણભાઈ બરાસરાએ જણાવ્યું કે સગવડતા ભર્યો હોય એને પ્રવાસ કહેવાય. અગવડતા ભરી હોય એને જ યાત્રા કહેવાય. કુંભમાં અલૌકિક અનુભૂતિ થઈ. સાવચેતી ન રાખો તો દુર્ઘટનાની શકયતા વધુ છે. લોકોને એ સંદેશો છે કે ઓછામાં ઓછો સમાન લઈ જવાનો. ચાલવાની તૈયારી વધુ રાખવાની. જમવાની વ્યવસ્થા બધે સારી છે. અહીં ઠેક-ઠેકાણે વિવિધતા જોવા મળે છે. કુંભમેળાને જોઈને ચોક્કસ કહી શકાય કે ગરિબ, પૈસા વાળા, ભણેલા અને અભણ બધાને ખેંચીને લાવે તે સનાતન છે. પલ્લવીબેન દાયતારે જણાવ્યુ કે જીવનનો પહેલો અને છેલ્લો આવો અલૌકિક અનુભવ થયો. કોઈ જાતની તકલીફ નથી પડી. વધુ ટ્રાફિક થાય એટલે એન્ટ્રી અને એક્ઝિટ અલગ કરી નાખી છે. જે લોકો ત્યાં જવા ઈચ્છે છે તેમને 20 કિમિ ચાલવાની તૈયારી રાખીને જવું. આટલા લોકો હોય થોડી તો અગવડતા રહે. ટ્રાફિક વધુ હોવાથી બીજા મંદિરો બંધ કરી દેવાયા હતા. સુતા હનુમાનના દર્શન કરવા હતા પણ ન કરી શક્યા. ત્રણ દિવસ આશ્રમમાં રહ્યા અને ત્રણેય દિવસ સ્નાન કર્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide