અમદાવાદ: કેટલાક રોગ એવા હોય છે જેની ટ્રીટમેન્ટ માટે પણ ડોક્ટરોને અથાક મહેનત કરવી પડતી હોય છે. NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ આ નામ સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એવી રીતે સારવારમાં પણ ખુબ અટપટુ હતું. અમદાવાદની GCS હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એકધારી ખેંચ, આક્રમક વર્તણુક, તાવ, બધું ભૂલી જવું અને વિચિત્ર અવાજો સંભળાવાની તકલીફો સાથે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ દર્દીને અગાઉ અંડાશયના કેન્સરનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને ડેન્ગ્યુ પણ થયો હતો જેને લીધે NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ નામનો આ મગજનો રોગ લાગુ પડ્યો હતો. આ દર્દીને હોસ્પિટલમાં સારવાર આપીને સ્વસ્થ કરવામાં આવ્યાં છે.
દર્દીને સારવાર માટે ICUમાં ખસેડવામાં આવ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની GCS હોસ્પિટલમાં 31 વર્ષીય સરોજબેનને 13 ઓક્ટોબરના રોજ ઇમરજન્સી વિભાગમાં એકધારી ખેંચ, આક્રમક વર્તણુક, તાવ, બધું ભૂલી જવું અને વિચિત્ર અવાજો સંભળાવાની તકલીફો સાથે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડો. અપરા કોઠિયાલા (કન્સલ્ટન્ટ-ન્યુરોલોજીસ્ટ) અને ડો. વિપુલ પ્રજાપતિ (આસિ. પ્રોફેસર- મેડિસિન વિભાગ) દ્વારા તેમની તપાસ કરતા માલુમ પડ્યું કે તેમને પેહલા અંડાશયના કેન્સરનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને અને ડેન્ગ્યુ પણ થયો હતો જેને લીધે આ મગજનો રોગ તેમને લાગુ પડ્યો હતો. ત્યારબાદ સરોજબેનને વધુ સારવાર માટે ICUમાં ખસેડવામાં આવ્યા અને વેન્ટિલેટર પર પણ મુકવામાં આવ્યા હતાં.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
 
 
            























