તાલુકા પંચાયતની 20 પૈકી 16 બેઠકો ભાજપને ફાળે, 3 કોંગ્રેસને અને એક બેઠક અપક્ષને
હળવદ : હાલ આજે હાથ ધરવામાં આવેલી હળવદ તાલુકા પંચાયતની મતગણતરીમાં 20 બેઠકો પૈકી ભાજપે 16 બેઠકો ઉપર જીત મેળવી છે અને કોંગ્રેસને માત્ર છ બેઠકો ઉપર જ જીત મેળવી સંતોષ માનવો પડ્યો છે હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક અપક્ષને ફાળે ગઈ છે.નોંધનીય છે કે ગત ચૂંટણીમાં હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હતી પરંતુ આ વખતે જિલ્લા પંચાયતની એકમાત્ર ટીકર બેઠક કોંગ્રેસ જાળવી શકી છે. આમ હળવદ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજ્પનો ભગવો લહેરાયો છે.
હળવદ તાલુકા પંચાયતમાં વર્ષ 2015માં 12 બેઠક સાથે સતા સ્થાને બેસનાર કોંગ્રેસને અઢી વર્ષના શાસનમાં જ આંતરિક કલહને કારણે બળવો થતા બે સભ્યો ભાજપમાં ભળી જતા ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સાંભળી લીધા હતા બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ પક્ષપલટો કરી ભાજપમાં ભળી જતા હળવદ તાલુકામાં કોંગ્રેસનો રકાસ થયો હોવાનું આજે આવેલા પરિણામ ઉપરથી સ્પષ્ટ બન્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide