પેટા તિજોરી, આધાર કાર્ડની ઓફિસ અને સ્ટેમ્પની ઓફિસ આવેલી હોય, જેથી લોકોને પડી રહી છે તકલીફ
હળવદ : તાજેતરમા હળવદ શહેરમાં આવેલ જુની મામલતદાર કચેરી ખાતે કચેરીમાં એન્ટર થતાની સાથે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
જો કે સ્થાનિક કચેરીઓના કર્મચારીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારનું અહીં જામેલી ગંદકીનું નિરાકરણ ન આવ્યું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. સાથે જ અહીં આવેલી ઓફિસમાં કામ અર્થે આવતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. જેથી, ગંદકીને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.હળવદ શહેરમાં આવેલ જુની મામલતદાર કચેરી ખાતે હાલ પેટા તિજોરીની ઓફિસ તેમજ આધાર કાર્ડની અને સ્ટેમ્પ પેપરની ઓફિસ આવેલી છે. જેથી, અહીં લોકોનો ધસારો રહેતો હોય છે. જો કે અહીં કચેરીમાં એન્ટર થતાની સાથે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકીને કારણે દુર્ગંધ પણ આવતી હોય, જેને કારણે વિવિધ કામ અર્થે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે અહીં જામેલી ગંદકીને દુર કરવા માટે નગરપાલિકા અને મામલતદારમાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ ગંદકીનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી એ હકીકત છે. સાથે જ અહીં કચેરીમાં જામેલી ગંદકી ને કારણે દુર્ગંધ પણ એટલી જ આવી રહી છે. જેથી, આ ગંદકીને વહેલી તકે દૂર કરવામાં આવે તે ખરેખર જરૂરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide