આણંદ બીગબજારમાં રેપીડ ટેસ્ટ 3 કર્મચારીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો

0
53
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે.જેના ભાગરૂપે મોટામોલ,સંસ્થા,બેંકોમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. રિલાયન્સ બાદ ગુરૂવારના રોજ બીગબજારમાંથી ત્રણ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. આ ઉપરાંત શહેરના શાસ્ત્રીબાગ પાસે આવેલી બેંકમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જયાં પણ ચાર પોઝિટીવ આવ્યા છે.

આરોગ્ય વિભાગ કોરોના સંક્રમણ ફેલાઇ શકે તેવી જગ્યાઓ પર ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેના કારણે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ કાબુ મેળવી શકાશે.બુધવારે રિલાયન્સ મોલ બાદ ગુરૂવારે બીગબજારમાં આરોગ્ય વિભાગની ટીમે સવારે 10-30 વાગ્યે પહોંચી ગઇ હતી. મોલકામ કરતાં 81 કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જેમાંથી ત્રણ કર્મચારીનો ટેસ્ટ પોઝિટીવ આવતા સમરસ કેન્દ્ર મોકલી આપ્યા હતા.આણંદ નગરપાલિકાને જણ કરતાં પાલિકા દ્વારા સેનેટાઇઝિંગ મોલ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પાલિકા દ્વારા મોલસીલ કરીને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.જયારે શાસ્ત્રીબાગ પાસે આવેલી એક બેંકના કર્મીઓની તપાસ કરવામાં આવી હતી.આગામી દિવસો અન્ય સંસ્થાઓ અને હોસ્પિટલો સહિત તમામ જગ્યાએ તપાસ કરવામાં આવશે.જેના કારણે કોરોના સંભવિત સંક્રમણ ધરાવતી વ્યકિતઓ ઓળખ થતાં સારવાર આપવામાં આવશે. આવી વ્યકિતથી ફેલાતુ સંક્રમણ અટકશે તેવુ નિષ્ણાતોની ધારણા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/