આણંદ: આંકલાવમાં મોબાઈલ શોપમાં ચોરી કરનારા ત્રણ તસ્કરોને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

0
13
/
/
/

આણંદ: આંકલાવ વિરકુવા ચોકડી નજીક આવેલા દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઈસમોને આંકલાવ કોર્ટે કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને એક હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે તો એક માસની સાદી કેદની સજા ફટકારી છે.આ ચોર ઈસમોએ દુકાનનું પતરું તોડીને ચાર મોબાઇલની ચોરી કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવ વીરકુવા ચોકડી પાસે મિનેષભાઈ શાહની જય માર્કેટીંગ નામની ફર્નિચર અને મોબાઈલની દુકાન આવેલી છે. જેમાં ગત 16 નવેમ્બર 2020ના રોજ રાત્રીના સમયે ચોર ઈસમો દુકાનનું પતરુ કાપીને દુકાનમાં પ્રવેશ કરી ચાર મોબાઈલ તેમજ બે પાવરબેંક સહિત રૂ.30,600ની રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આકલાવ પોલીસે ચોરીનો ગુનો નોધી માનસિંગ તારાચંદ જાટ, મણીરામ જેસિંગ મલા અને મોરપાલ ઉધલસિંગ જાટ (રે. મુળ યુપી, હાલ મોટી શેરડી, કોસીટા તલાવડી નજીક)ની ઝડપી પાડયા હતા.કાયદેસર કાર્યવાહી હાથ ઘરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ હતી.

આ કેસ અંકલાવની જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એમ. જી. વાદીની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એસ.બી.ઠાકોરે ધારદાર દલીલો સાથે સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ કરતા કોર્ટના જજ એમ.જી.વાદીએ ઈપીકો કલમ 457, 380 તથા 114 મુજબ માનસિંગ તારાચંદ જાટ, મણીરામ જેસિંગ મલા અને મોરપાલ ઉધલસિંગ જાટને કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.પ્રત્યેકને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ના ફરે તો એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner