આણંદ: ખંભાતના કાણીસા ગામે કતલખાને લઇ જવાતા બે વાછરડાંને બચાવાયા

0
27
/

આણંદ:  ઉત્તરાયણ પર્વે હિન્દૂ ધર્મ અનુસાર ગૌદાન મહાપુણ્ય ગણાય છે.આ મહાપર્વએ ધાર્મિકજનો ગાયને ખૂબ જ ધાન્ય ખવરાવી પુણ્યભાગી બને છે .જોકે આવા પર્વે પણ કેટલાક ક્રૂર લોકો ગૌવંશ કત્લની પણ પ્રવૃતિઓ કરતા સંકોચ સુધ્ધાં કરતા નથી.ખંભાત તાલુકાના કાણીસા ગામે પોલીસે લોડીંગ રીક્ષામાં નાંખી બે વાછરડાંને કતલખાને જતાં બચાવી લીધાં હતાં. આ અંગે પોલીસે ટેમ્પી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત ગ્રામ્ય પોલીસની ટીમે બાતમી આધારે કાણીસાના કામનાથ મહાદેવ મંદિર નજીક વોચ ગોઠવી હતી. જેમાં 13મી જાન્યુઆરીની બપોરે પસાર થઇ રહેલી ટેમ્પીને રોકવા ઇશારો કર્યો હતો. જોકે, ટેમ્પી ચાલકે થોડે આગળ જ ટેમ્પી રોકી કુદી ભાગી ગયો હતો.

મહત્વનું છે કે આ બાબતે શંકા જતા પોલીસે ટેમ્પીમાં તપાસ કરતાં તેમાં બે વાછરડાંને ક્રૂરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યાં હતાં. આથી, ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણ્યા ટેમ્પી ચાલક સામે ગુનો નોંધી રૂ.1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વાછરડાંને પાંજરાપોળ મોકલી ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/