આણંદ : વિદ્યાનગરમાં વિદેશ વાંચ્છુ સાથે 34.22 લાખની ઠગાઇ કરી ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો આણંદ2 કલાક પહેલા

0
40
/

મોરબી: વિદ્યાનગર ખાતે ભાઇ કાકા સ્ટેચ્યુ પાસે વિ-સ્કેવર કોમ્પ્લેક્સમાં આવેલી યોર ડ્રીમ ઇન્ટરનેશનલના સંચાલક દ્વારા વિદેશ વાંચ્છુઓ સાથે 34.22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં પાચેક જેટલા ભોગ બનનારના નામ ખુલ્યાં છે. જોકે, ચાર માસથી ભાગ ફરતાં આ ગઠિયાને પોલીસે મુંબઇથી પકડી પાડવામાં સફળતા મળી હતી અને તેના રિમાન્ડ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.

સુરતના કૈલાસ રો હાઉસ ખાતે રહેતા શોભનાબહેન સંજયકુમાર પટેલ પતિ સંજયકુમાર રીક્ષા ચાલક છે. શોભનાબહેનનો પુત્ર વિશ્રુતકુમારને યુકે જવાનું હોવાથી વિઝા માટે ફાઇલ મુકવાની હતી. આથી, વિદ્યાનગર ખાતે આવેલી યોર ડ્રીમ ઇન્ટરનેશનલના વિઝા કન્સલટન્ટ અમિતભાઈ જશભાઈ પટેલનો 24મી નવેમ્બર,2020ના રોજ સંપર્ક સાધ્યો હતો. આ સમયે અમિતભાઈએ વિશ્રુતને સ્ટુડન્ટ વિઝા માટેની પ્રોસેસીંગ ફાઇલ ફી તથા બીજા ખર્ચ થશે. તેમ જણાવી કટકે કટકે રૂ.9.96 લાખ પડાવી લીધાં હતાં.

બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આથી, છેતરપિંડી થઇ હોવાનું જણાતાં શોભનાબહેને વિદ્યાનગર પોલીસ મથકે યોર ડ્રીમ ઇન્ટરનેશનલના અમિત જશભાઈ પટેલ (રહે.ઇસણાવ, તા. સોજિત્રા) સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જ અમિત પટેલે અન્ય પાંચ મળી કુલ રૂ. 34 લાખ 22 હજાર 565નું ઠગાઇ કરી હોવાનું ખુલ્યું હતું.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/