મોરબીમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 58ના સેમ્પલ લેવાયા : ગઈકાલના તમામ રિપોર્ટ નેગેટિવ

0
49
/

મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે. આ બન્ને દર્દી સહિત કુલ 58 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. બીજી બાજુ રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

ટંકારાના જીવાપર ગામે રહેતા 23 વર્ષના યુવક અને મોરબીના ઘુટુ રોડ ઉપર ફેકટરીમાં રહેતા 23 વર્ષના યુવનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્નેના સેમ્પલ લેવામાં આવ્યા છે. ટંકારાના યુવાનને રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ અને મોરબીના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગે રૂટિન 56 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ પણ લઈને રિપોર્ટ માટે મોકલી આપેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/