વાંકાનેરમાં પાન-બીડીની દુકાનો નગરપાલિકા દ્વારા સીલ

0
430
/
/
/

મોરબી જિલ્લામાં પાન બીડીની દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં પાન બીડી, તમાકુ વાળાની હોલસેલની દુકાને આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવેલ છે જેથી કરીને વેપારીઓમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે ચિફ ઓફિસર સાથે વાત કરતા તેમના કહેવા પ્રમાણે વેપારીઓએ પોતાની દુકાનો ખોલતાં જ હતા અને પાછલા બારણેથી વાંકાનેર ની અંદર બેફામ પાન બીડી તમાકુની વસ્તુઓના કાળબજાર કરવામાં આવી રહયા હતા માટે વેપારીઓની દુકાનોને હાલમાં સીલ કરવામાં આવેલ છે

હાલમાં સરકાર દ્વારા વેપારીઓને વેપાર ધંધા કરવા માટેની છૂટ આપી દેવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા છેલ્લે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા વેપારીઓને પાન બીડી તમાકુની દુકાન ખોલવા માટે થઈને શરતોને આધીન રહીને છૂટ આપી દેવામાં આવી છે જોકે મોરબી જિલ્લામાં આજની તારીખે કોઈપણ જગ્યાએ પાન બીડી તમાકુ વગેરેનું વેચાણ કરવા માટે હોલસેલ કે છૂટક વેપારીની દુકાન ખોલવામાં આવે તો ત્યાં રેશનિંગની દુકાને લાગે તેવી લાઈનો લાગી જાય છે જોકે આ જિલ્લાની અંદર આવતા વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર આજરોજ વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પાન બીડી તમાકુના હોલસેલના અંદાજે ૧૦થી વધુ વેપારીઓની દુકાનોને સીલ કરવામાં આવેલ છે

વાંકાનેર શહેરમાં પાન બીડી તમાકુનું હોલસેલનું સૌથી મોટું કામ કાજ ધરાવતા વેપારીઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેઓની દુકાન બંધ હતી ત્યારે કોઈ કારણોસર નગર પાલિકાના સત્તાવાળાઓ આવીને ત્યાં સીલ મરી ગયા છે જેથી તેઓને પણ જાણ નથી કે શા માટે થઈને નગરપાલિકા દ્વારા તેઓની દુકાને સીલ કરવામાં આવી છે જોકે આ અંગે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે વાંકાનેર શહેરની અંદર પાન બીડી તમાકુનું વેચાણ કરતાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનો ખોલીને લોકોને માલ આપવાના બદલે પાછલા બારણેથી માલ વેચીને બેફામ કાળાબજાર કરવામાં આવતા હોવાની રાવ તેઓને મળી હતી જેથી કરીને જે વેપારીઓએ કલેક્ટરના આદેશ પછી પણ તેઓની દુકાન ખોલી ન હતી તે વેપારીઓની દુકાનોને આજરોજ સીલ કરવામાં આવે છે અને આ તમામ વેપારીઓને આવતીકાલે નગરપાલિકા કચેરી ખાતે બોલાવવામાં આવેલ છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner