વાંકાનેર : સોશ્યલ મીડીયા ફેસબુકમાં મનસુર લાકડાવાલા (મનુ)ના નામથી ચાલતા એકાઉન્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો ફોટો અપલોડ કરીને તેની સાથે ખરાબ ગાળો લખવામાં આવી હતી. જે બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની લાગણી દુભાણી હતી. જેની સામે વાંકાનેરમાં રહેતા સંઘના સ્વયંસેવકો દ્વારા તેની સામે પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
રાષ્ટ્રપ્રેમ ધરાવનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હંમેશા રચનાત્મક અભિગમ અપનાવીને કાર્ય કરે છે. સેવાકીય પ્રવૃતિઓ, સામાજીક પ્રવૃતિઓ દ્વારા સમાજને ઉપયોગી થતી, નિઃસ્વાર્થ સેવા કરતી સંસ્થાની સમાજની સામે ખરાબ છાપ ઉભી કરવાના ખોટાં ઇરાદા બદલ વાંકાનેરના સ્વયંસેવકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. જે રાષ્ટ્રમાં રહીએ છીએ તે રાષ્ટ્રને-સમાજને ઉપયોગી ન થઇએ તો કંઇ નહી પરંતુ સંઘની સારી પ્રવૃતિઓને બદનામ કરવી તે યોગ્ય ન કહેવાય તેવું સંઘના સ્વયંસેવકોનું મંતવ્ય હતું. જેના ભાગરૂપે એફઆઇઆર નંબર ૧૧૧૮૯૦૦૭ર૦૦૪૦ર દ્વારા કલમ ૧પ૩-એ તથા કલમ પ૦૪ અન્વયે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide