જામનગરમાંથી 3 વર્ષ પહેલા ચોરાયેલ બાઇકનો આરોપી મોરબીમાંથી ઝડપાયો

0
111
/
મોરબી SOG દ્વારા ઇ ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી ગુનો ડિટેક્ટ કરાયો

મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો 3 વર્ષ જુની વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 31 મેના રોજ એસ.ઓ.જી. સ્ટાફ મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ASI ફારૂકભાઇ યાકુબભાઇ એ વાહન ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ મળી આવેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડરના ચેસીસ નંબર પરથી સર્ચ કરી ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટએપ સર્ચ એપ્લીકેશનથી વેરીફાઇ કરતા ચોરાયેલ મોટર સાયકલના સાચા રજીસ્ટ્રેશન નં.GJ-10-AL-0221 જાણવા મળેલ હતા. આ મોટરસાયકલ બાબતે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હો રજીસ્ટર થયેલ છે. મોટર સાયકલના આરોપી ઇબ્રાહીમ અબ્દુલરઉફ સમા (ઉ.વ.૨૦, રહે.ભાટીયા સોસાયટી, ચંદ્રપુર, તા.વાંકાનેર, જી.મોરબી) પાસેથી મોટર સાયકલ, કિ.રૂ. 15,000 કબ્જે કરવામાં આવ્યું હતું. તેમજ આરોપીને મોરબી સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી જામનગર એ ડીવીઝનને જાણ કરવા તજવીજ કરેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/