મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિકની હત્યા

0
206
/
/
/

બોર્થડ પદાર્થની ધા મારીને હત્યા કરાયાનું તારણ : મૃતકની પત્ની શંકાના દાયરામાં : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

.

મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોર્થડ પદાર્થના ધા મારીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે.હાલના તબક્કે મૃતકની પત્ની પર શંકા ઉદભવી છે.પોલીસે આ હત્યાના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ ઇરેટો સેનેટરી નામના સીરામીક યુનિટમાં રહીને મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રામસિંહ ઉ.વ.23 નામના મજુર યુવાનની આજે હત્યા કરાયેલી હાલતમાં તેની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવની જાણ થતાંની સાથે જ મોરબી તાલુકા પોલીસના પી.એસ.આઇ એમ.વી.પટેલ.,પીએસઆઈ જાડેજા,ડીવાયએસપી બન્નો જોધી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.બાદમાં પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ હત્યાના રહસ્યમય બનાવને ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી એફએસએલ ટીમને વધુ તપાસ માટે જાણ કરી છે.હાલ પાઓલિસની પ્રાથમિક તપાડમાં મૃતક યુવાનને બોર્થડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે જેમાં મૃતકની પત્ની લાપતા હોવાથી તેના પર પોલીસની શંકા પ્રબળ બની છે.જેમાં મૃતક યુવાન રામસિંગ ના મૃતદેહને જેતપર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner