મોરબી: આગામી તા. 24 એ સ્વ. નીમુબા સજુભા ઝાલાના સ્મરણાર્થે ની:શુલ્ક કૃત્રિમ અંગ-માપ શિબિર યોજાશે

0
61
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: સ્વ. નીમુબા સંજુભા ઝાલાના સ્મરણાર્થે ની:શુલ્ક અંગ-માપ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નારાયણ સેવા સંસ્થાન ઉદેયપુર અને ઘનશ્યામસિંહ સંજુભા ઝાલા (રંગપર) મોરબી તરફથી આગામી તા. 24 ને રવિવારે સવારે 9:00 થી બપોરના 3:00 કલાક સુધી પંચમુખી હનુમાન મંદિર, ઉમા ટાઉનશીપ રોડ સામા કાંઠે મોરબી ખાતે ની:શુલ્ક કૃત્રિમ અંગ-માપ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.આ શિબિરમાં નારાયણ ઉદેયપુર સેવા સંસ્થાન ના અનુભવી ડોક્ટરોની ટિમ દ્વારા ચિકિત્સા કરવામાં આવશે આ શિબિરનો લાભ લેવા જરૂરિયાતમંદ દર્દીઓએ રજીસ્ટ્રેશન માટે તરુણભાઇ નાગદા મોં. નં-95299 20083 પર સંપર્ક કરવાનો રહેશે. તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/