મોરબી : મંગળવારે લેવાયેલ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

0
26
/
શંકાસ્પદ લક્ષણો ધરાવતી વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી સહિત કુલ 76 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સેમ્પલ રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના તમામ લોકોના કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા હતા.

વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત મંગળવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 75 લોકોના રૂટિન સ્ક્રીનીંગ હેઠળ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સેમ્પલ રિજેક્ટ થયું હતું બાકીના તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/