મોરબીમાં કાળાબજારી ડામવા પાન-માવાના હોલસેલના વેપારીઓ સાથે તંત્રની બેઠક યોજાઇ

0
128
/
કાળાબજારીયાઓ સામે કકડ કાર્યવાહી કરવાનો તંત્રએ તાકીદ કરી : માલનો સંગ્રહ ન કરીને નાના ધંધાર્થીઓ માલ યોગ્ય રીતે પહોંચડાવા માટે હોલસેલના વેપારીઓને તાકીદ કરી

મોરબી : મોરબીમાં લોકડાઉન-4માં પાન-માવા, સિગારેટ, બીડી, ગુટખાની છૂટ આપવામાં આવ્યા બાદ ઓનલોક-1 માં પણ હજુ સામાન્ય બની નથી. જોકે પણ-માવાના હોલસેલના મોટા વેપારીઓ કાળાબજાર કરવા માટે નાના ધંધાર્થીઓને માલ ન આપતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જેના પગલે થોડા દિવસો પહેલા રાજકોટ જીએસટી ટીમ દ્વારા મોરબીના પાન-માવાની એજન્સીઓમાં દરોડા પડાવામાં આવ્યા હતા. ત્યારે કાળાબજારનું દુષણ રોકવા માટે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ હોલસેલના વેપારીઓ સાથે આજે બેઠક કરી હતી.

મોરબી નગરપાલિકા સાથે ઇન્ચાર્જ ડે. કલેકટર ગંગાસિંહની અધ્યક્ષતા હેઠળ સંબધિત વિભાગ નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, મામલતદાર રૂપાપરા, જીએસટી અને ફૂડ વિભાગના અધિકારીઓની પાન-માવા વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટર ગંગાસિંહે, પાન-મવાના હોલસેલના વેપારીઓને કડક ચેતવણી આપી હતી કે કોઈપણ વેપારીઓ પાન-માવાનું કાળાબજાર કરતા ધ્યાને આવશે તો એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો ચેતવણીને ગંભીરતાથી લઈને વેપારીઓ ભાવ ટુ ભાવ વેચાણ નહિ કરે તો તેમને જેલની હવા ખાવાની નોબત આવશે અને તમામ વેપારીઓ માલનો સંગ્રહ કરશે નહીં. અને હોલસેલરોએ જેટલો સ્ટોક આવે એને નાના ધંધાર્થીઓને તાત્કાલિક સપ્લાય કરી દેવાની સૂચના આપી હતી. તેમ છતાં માલની સંગ્રહાખોરી કરશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે. તેવો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો. તેથી, પાન-માવા વેપારી એસોના પ્રતિનિધિઓ કહ્યું હતું કે મેસેજ અન્ય વેપારીઓને પાસ કરી દીધો છે કે જો કોઈ વેપારી બ્લેકમાં માલ વેચશે તો તેમને હોલસેલના વેપારીઓ ત્રણ માસ સુધી માલ આપશે નહિ તેવી માહિતી મળેલ છે.

મોરબીમાં હાલ પાન-માવાના હોલસેલની 40 જેટલી દુકાનો છે. અને 100 થઈ વધુ હોલસેલરો છે. આશરે 150 જેટલા ફેરિયા છે. જે માલ નાના દુકાનોના ધંધાર્થીઓને પહોંચાડે છે. જો કે હોલસેલરોએ એવી રાવ કરી છે કે હાલમાં ઉપરથી માલની સોલ્ટજ છે. ઉપરથી 30 થી 40 ટકા જેટલો જ માલ આવે છે. અને ધીમેધીમે નાના દુકાનદારોને માલ સપ્લાય કરે છે. જો કે હોલસેલની દુકાનો બંધ છે એ સંદર્ભે હોલસેલરોએ કહ્યું હતું કે 40 થી 50 ટકા દુકાનો ખુલ્લી છે. આગામી ટુક સમયમાં અન્ય બંધ દુકાનો પણ ખુલી જશે અને હોલસેલરો કોઈપણ કાળે કાળાબજાર નહિ કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે તંત્રએ કાળાબજારીઓ સામે અને જીએસટી ચોરી મામલે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જોકે મામલતદારએ હોલસેલના વેપારીઓને કહ્યું હતું કે જો કોઈ કાળાબજાર કરતું હોય તો તેમના નામો આપો તેની સામે તંત્ર કાર્યવાહી કરશે. કાળાબજારનું દુષણ રોકવા માટે કમિટીની રચના કરીને કાળાબજારીયાઓ સામે તવાઈ ચાલવાનો નિર્દેશ આપ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/