મોરબીમાં બુધવારે લેવાયેલા 58 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

0
26
/

મોરબી : ગઈકાલે બુધવારે ટંકારા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 58 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે તમામ સેમ્પલના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં બુધવારે કુલ 58 લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો રિપોર્ટ આજે ગુરુવારે જાહેર થયો હતો અને સદનસીબે તમામ સેમ્પલના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રની સાથે મોરબીના લોકોએ પણ રાહતની લાગણી વ્યક્ત કરી હતી.

જ્યારે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવાયેલા સેમ્પલની સંખ્યા બે હજારથી ઉપર પોહચી છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેમાંથી બે દર્દી સાજા થઈ ગયા છે. હાલમાં મોરબીમાં કોરોનાના બે એક્ટિવ દર્દી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/