મોરબીના નીચી માંડલ ગામે રૂ. 1.08 લાખનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

0
167
/

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે વિદેશી દારૂના રૂ.1.08 લાખના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામે જગદીશભાઈ વનુભાઈ દેત્રોજાની વાડીની ઓરડીમાં દરોડો પાડીને વિદેશી દારૂ બોટલ નંગ 361 કિંમત રૂ. 1,08,300 ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે હરેશભાઇ નાથાભાઈ સુરેલા ઉ.વ.30ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર કિશોરભાઈ નાથાભાઇ સુરેલા હાજર મળી આવેલ ન હોય તેઓની શોધખોળ ચાલુ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/