મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામે તસ્કરોએ કિરાના સ્ટોરની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનનું છાપરૂ તોડી સાબુ, તેલ, કોલગેટ, બ્રિસ્ટોલ અને રોકડ રકમની ચોરી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયી ગામે આવેલ લેટીના સીરામીકની સામે અર્પીતા કિરાણા સ્ટોર નામની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને તસ્કરોએ દુકાનની છતનું પતરું તોડીને દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી સાબુ, તેલ, સ્પ્રે, કોલગેટ વગેરે મળીને રૂપિયા ૮૫૦૦નો મુદામાલ તેમજ દુકાનના થડામાંથી રોકડા રૂપિયા ત્રણ હજાર એમ કુલ મળીને રૂપિયા ૧૧,૫૦૦ના મુદમાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનનાર દુકાનદાર હસમુખભાઈ કાનજીભાઈ ખરા(ઉ.વ.૨૯) રહે.નવા જાંબુડીયા વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જી.વી.વાણિયાએ આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide