મૂળ રાજકોટના વિંછીયા તાલુકામાં આવેલ ખારચીયા ગામની અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સરતાનપર રોડ નજીક ઝૂંપડામાં રહેતી હેમાબેન ભરતભાઈ મનજીભાઈ સાડમિયા જાતે દેવીપુજક (ઉ.૩૦) નામની મહિલાએ તા.૭ ના રોજ સાંજના સાતેક વાગે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તેનો પતિ ભરત વિંછીયા સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેણીનું મોત નિપજયુ હોવાનું જાહેર થતા વિંછીયા ખાતે પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી મોતના બનાવની નોંધ કરીતા ત્યાંથી તપાસના કાગળો આવતા વાંકાનેર તાલુકા પોલીસે હેમાંબેન ભરતભાઈ દેવીપુજકના મોત અંગે આગળની તપાસ હાથ ધરી છે. મૃતકનો લગ્ન ગાળો દસ વર્ષનો છે અને સંતાનમાં ત્રણ દીકરા તથા બે દીકરીઓ મળી પાંચ સંતાન હોવાનું જાણવા મળે છે.વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.