ભાજપ કે કોંગ્રેસ પક્ષ વેપારીઓને ગણતરીમાં જ લેતા ન હોય લડી લેવા નિર્ધાર : બંધ બારણે બેઠકનો ધમધમાટ ચાલુ
ટંકારા : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ ટંકારાના વેપારીઓએ ધોકો પછાડ્યો છે. ચૂંટણીમાં ટીકીટ ફાળવણીમાં વેપારીઓને ન્યાય ન મળતા હવે ટંકારાના વેપારીઓએ અપક્ષ લડવા મન બનાવી લઈ બંધ બારણે મિટિંગનો દૌર શરૂ કરતા નવાજુનીના એંધાણ મળી રહ્યા છે.
ટંકારામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને દરરોજ નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. એવામાં શહેરના રાજકારણમાં સક્રિય ભુમિકા ભજવતા સુવર્ણજ્ઞાતીના વેપારી પણ ટિકિટ માટે હરોળમાં આવી બન્ને રાજકીય પક્ષો પાસે ટંકારા 1 અથવા 2 નંબરની બેઠક માટે દાવેદારી નોંધાવી હતી. ત્યારે આજદિન સુધી કોઈ પ્રત્યુત્તર કે હા હોંકારો ન થતા વેપારી આલમ નારાજ થઈ ને વિફર્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે અને બંધ બારણે ટંકારાની બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર ઉતારવાની તૈયારી શરુ કરતા ભારે ચકચાર મચી છે.
જો આવુ થયુ તો ચોક્કસ પક્ષને મળતા મતોમા મોટુ ગાબડુ પડશે અને આંકડાકિય રમત શરૂ થશે તો આનો સીધો ફાયદો પણ ત્રીજા પક્ષને થાય તો પણ નવાઈ નહીં. ત્યારે હવે જોવાનુ એ છે કે ભાજપ કે કોંગ્રેસ વેપારીના જુથને મનાવી લે છે કે મતનુ ધ્રુવિકરણ થવા દેશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide