અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

0
98
/

[રિપોર્ટ :  ક્રિષ્ના બુધ્ધભટ્ટી] મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે.

જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સીતાબેન રબારી, અવની ગૌસ્વામી, કોમેડિયન વિજૂડી તેમની ટીમ સાથે ઉપસ્થિત રહેશે. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વેલકમ નવરાત્રિમાં થનાર આવકની રકમ આગામી તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્નમાં ખર્ચ કરવામાં આવશે. તેમજ વેલકમ નવરાત્રિના પાસ માટે તથા સમૂહલગ્નના દાન આપવા તથા દાતા તરીકે નામ નોંધાવવા માટે મો.9586052226
84888 80265 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/