વાંકાનેર : શહેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા અને ભાજપ અગ્રણી જીતુ સોમાણી સામે શિક્ષણ નિરીક્ષકે ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ કરતા વાંકાનેર પોલીસે ગુન્હો દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરેલ છે.
વાંકાનેર: વાંકાનેર સ્થિત જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં થોડા સમય પહેલા રેડ કરવામાં આવી હતી. હાલ કોવિડ-૧૯ની મહામારીને લઈને સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો, ટ્યુશન તેમજ કોમ્પ્યુટર કલાસીસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનું જાહેરનામું હોવા છતાં જ્ઞાનગંગા હાઈસ્કૂલના સંચાલક દ્વારા ધોરણ 10 અને 12ના 126 જેટલા વિદ્યાર્થીઓને કલાસરૂમમાં બોલાવી શિક્ષણ આપવામાં આવતું હતું. સરકાર અને આરોગ્ય વિભાગની કોવિડ-૧૯ ગાઈડલાઇન્સના ઉલ્લંઘનને લઈને અહીં રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર વિદ્યાર્થીઓના નિવેદન લેવાઈ રહ્યા હતા એ દરમ્યાન વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ આવીને વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને ભગાડી દીધા હતા અને આમ કરી રેડ કરનાર સરકારી અધિકારીઓની ફરજમાં રુકાવટ કરી હતી. આથી મદદનીશ શિક્ષણ નિરીક્ષક જયંતીલાલ ઉકાભાઈ મેરજાએ વાંકાનેર સીટી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા IPC કલમ 188, 144, 269,186 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ 51(બી) મુજબ ગુન્હો દાખલ કરી જીતુ સોમાણી અને શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide