વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો : કાર્યવાહી ચાલુ

0
87
/

વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ : વિગતો હવે જાહેર થશે

વાંકાનેર : હાલ વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા ઝડપાઇ ગયાની સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો જાહેર થઈ નથી.

સૂત્રો માંથી મળતી વિગત મુજબ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કોઈ ગુન્હામાં લાંચ માંગી હોવાની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી સહિતની ટીમે વાંકાનેરમાં આજે ટ્રેપ ગોઠવી હતી. જેમાં એક પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાઇ ગયો છે. જોકે આ અંગે હજુ સત્તાવાર કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. અને આ લાંચની ટ્રેપમાં કેટલા રૂપિયાની લાંચ અને શેના માટે લાંચ મંગાઈ હોવાની અને કોના મારફત લાંચ મંગાઈ છે તેની વિગતો હજુ જાણવા મળી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેરમાં ACBની ટ્રેપની કાર્યવાહી શરૂ છે. અને ટુક સમયમાં વિગતો પણ જાહેર કરવામાં આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/