વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી એક ઇસમ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરાનું અપહરણ કરી એક શખ્શે દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી મુના ગુણવંત ખવાસ રહે રાતીદેવડી તા. વાંકાનેર વાળો ઇસમ ગત તા. ૧૨ ના રોજ તેની ૧૬ વર્ષની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે સગીરા અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આદરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide