મોરબીમાં રસોઈ કરતી વેળાએ દાઝી ગયેલ મજુર પરિણીતાનું મોત

0
49
/

મોરબીના શાપર-ગાળા રોડ પર આવેલ સિરામિક એકમની મજુર ઓરડીમાં પરિણીતા દાઝી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બના અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શાપર ગાળા રોડ પર આવેલ એક સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતી મીનાબેન હુકમસિંગ બઘેલ (ઉ.૨૧) ગત તા.૦૨-૦૬-૨૦૨૦ ના રોજ પોતાની ઓરડીમાં રસોઈઓ બનાવટી હોય દરમિયાન તેની પાછળ તેની દીકરી રમતી હોય અને તેને લેવા જતા ગેસની ઝાળ કપડામાં અડી જતા શરીરે દાઝી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો મૃતક પરિણીતાનો લગ્ન ગાળો ૩ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/