વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી સાવરણીથી વાળતા હોય જેથી પાણીના છાંટા નહિ ઉડાડવા કહેતા સારું નહિ લાગતા આરોપી નીતાબેન, હીનાબેન અમરશી, નરેન્દ્ર નથુભાઈ સોલંકી અને ઉજીબેન ખીમજીભાઈ ચાવડા રહે બધા જોધપર વાળાએ ફરિયાદીને માથાના ભાગે ધોકો મારી તેમજ સાહેદ ભાવુબેન કિશનભાઈને લાકડી વડે માર મારી ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી છે
જયારે સામાપક્ષે ફરિયાદી નયનાબેન ઉર્ફે નીતાબેન નરેન્દ્રભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે છે કે આરોપી કિશન અમુભાઈ સોલંકી, ભાવુબેન કિશનભાઈ સોલંકી રહે બંને જોધપર વાળાએ ફરિયાદીને ગાળો આપી લાકડા વડે માર મારી તેમજ ઢીકા પાટું માર મારી તેમજ સાક્ષી રાણીબેન નથુભાઈને માર મારી હીનાબેન અમરશીભાઈને પણ માર માર્યો હતો સાથે જ મણીબેન દેવાભાઈને પણ માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide