મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું

0
307
/

બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ હત્યાના બનાવમાં પોલીસની તપાસમાં યુવાનના મિત્રએ જ તેને રહેંસી નાખ્યો હોવાનું ખુલ્યું છે.જોકે આ બન્ને મિત્રો દારૂ પીવાની ટેવવાળા અને આગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે બનાવનું કારણ હજુ સુધી અકળ રહ્યું છે.

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી મોચીશેરીમાં રહેતા નિલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ ઉ.વ.૨૨ નામના યુવાનની આજે સવારે મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડી.વાય.એસ.પી.બન્નો જોશી.બી ડિવિઝન પી.આઈ કોઢિયા તથા એલસીબી.એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પી આઇ કોઢિયાએ જણાવ્યું હતું કે પોલીસની ગહન તપાસમાં મૃતક નિલેશનો હત્યારો તેનો જ મિત્ર મયુર ઉર્ફે મયલો ભરવાડ રહે વિશિપરા મેઈન રોડ વાળો હોવાનું ખુલ્યું હતું. મૃતક નિલેશ અને મયલો ભરવાડ મિત્રો હતા. બન્ને મિત્રો કઈ કામધંધો કરતા નથી અને સાથે જ દારૂ પીવાની ટેવવાળા છે. કોઈની પાસે પૈસા માંગી તેનો દારૂ પી જઈને વિશિપરામાં આવેલા કોમ્યુનિટી હોલ પાસે પડ્યા પાથર્યા રહેતા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/