હળવદ ટાઉન પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન બની રહી

0
154
/
/
/

અનેકવાર રજૂઆત કરવા છતાં ચાલુ ન કરાતા લોકોને પડતી મુશ્કેલીઓ

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી લૂંટ ફાટ મારામારી ટાફીક તેમજ રોમીયોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે જેના કારણે હળવદ વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હળવદ ટાઉન પોલીસ ચોકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું 
  
     જેમા એક પીએસઆઈ સહિત પાંચ પોલીસ કોન્સ્ટેબલનો સ્ટાફ તેનાત કરવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી ટાઉન પોલીસ સ્ટેશન ચાલુ ન કરાતા માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીરહુ છે આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ સુધી પોલીસ સ્ટેશન ચાલુ ન થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે હળવદ પોલીસ સ્ટેશન ગામ થી દુર હોવાના કારણે નાની-નાની રજૂઆત કરવા લોકોને બહાર જવું પડે છે 

     જેના કારણે હળવદ વાસીઓને ભારે તકલીફ ભોગવી પડે છે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતા આજદિન સુધી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન ટાઉન પોલીસ ચોકી બની રહુ છે તો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી હળવદ વાસીઓમાં લાગણી અને માગણી ઉઠવા પામી છે તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડા યોગ્ય કરે તેવી માગણી ઉઠવા પામી છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner