બસ પર હુમલાની થોડી ક્ષણો પહેલા જ શહીદે બનાવ્યો હતો આ વિડીયો, કહેવા માંગતા હતા પત્નીને આ વાત – જુઓ વીડિયોમાં

0
181
/

14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આખો દેશ જવાનોની શહાદતનો શોક મનાવી રહ્યો છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો હતો જ્યારે જવાનોની ગાડીનો કાફલો કેમ્પ જઈ રહ્યો હતો. તાજેતરમાં પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા એક જવાનનો હાલનો વિડીયો બહાર આવ્યો છે. અમૃતસર પંજાબના સુખજિંદર સિંહ પણ શહીદ થયેલા સૈનિકોમાંના એક હતા. આ વિડીયો બસમાં સુખજિંદર સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેના પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ વીડિયો બનાવીને, તેણે તેની પત્નીને વોટ્સએપ પર મોકલ્યો. તે આ વીડિયો દ્વારા તેની પત્નીને એક વાત કહેવા માંગતા હતા. પરંતુ વીડિયો બનાવવામાં આવી તેના થોડા જ સમયમાં, આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો અને બસના બધા જ જવાનો શહીદ થઇ ગયા.

વીડિયોમાં પત્નીને દેખાડ્યો હતો ઘાટીનો સુંદર નજારો  
આ વીડિયો સુખજિંદર સિંહે એ જ બસમાં બેસીને બનાવ્યો હતો જેના પર હુમલો થયો હતો. જેમાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનો હાજર હતા. વીડિયો બનાવવાના થોડા સમય પછી જ બસ પર વિસ્ફોટક હુમલો થયો હતો. આતંકવાદી આદિલ ડારએ થોડી વારમાં જ બસને પોતાના નિશાન પર લીધી હતી. વાયરલ થયેલો આ વિડીયો 1 મિનિટ અને 6 સેકંડનો છે. સુખજિંદર સિંહે આ વિડીયો બનાવીને તેની પત્ની મોકલ્યો અને તેના થોડા જ સમય પછી, પરિવારના સભ્યોને તેની શહાદતના સમાચાર મળ્યા, જે સાંભળીને જ તેની પત્ની બેહોશ થઇ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. વિડીયોમાં, સુખજિંદર સિંહ પોતાની પત્નીને વાદીઓનો આ સુંદર નજારો બતાવવા માંગતા હતા. સાથે જ તે આ વીડિયોમાં કેટલાક જવાનો સાથે વાત પણ કરી રહયા હતા. વીડિયોમાં જવાન સુખજિંદર સિંહ પણ એકવાર જોવા મળે છે.

પત્નીને કહેવા માંગતા હતા આ વાત 
ગયા શુક્રવારે જયારે શહીદની પત્નીનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે ફોનમાં આ વિડીયો મળ્યો. આ વીડિયોને જોઈને એકવાર ફરી ઘરનો માહોલ ગમગીન થઇ ગયો હતો. આ વિડીયો દ્વારા સુખજિંદર સિંહ પત્નીને એક કહેવા માંગતા હતા કે તે સલામત રીતે ફરજ પર પહોંચી ગયા છે. પરંતુ તેમને શું ખબર હતી કે આ તેમના જીવનનો છેલ્લો વિડીયો છે અને ફરીવાર તેઓ ક્યારેય પણ પોતાની ફરજ પર નહિ પહોંચી શકે.

આ રીતે થયો હતો હુમલો 
ગુરુવારના દિવસે સીઆરપીએફનો કાફલો જમ્મુથી કાશ્મીર તરફ રવાના થયો હતો. આ કાફલામાં કુલ 78 ગાડીઓ હતી. આ ગાડીઓમાં 2500થી વધુ જવાનો હતા, આતંકીઓ દ્વારા જે બસને નિશાનો બનાવવામાં આવી હતી તેમાં લગભગ 40 જવાનો હાજર હતા. જઈશ-એ-મોહમ્મદના આતંકીએ 350 કિલો વિસ્ફોટકો ભરેલી ગાડી કાફલાની એક બસમાં અથડાઈ દીધી જેથી ત્યાં એક જોરદાર ધડાકો થયો, જેનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ ધડાકા બાદ આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર તાબડતોડ ફાયરિંગ પણ કરી હતી.

જુઓ વિડીયો:

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/