26 મે 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

  0
  160
  /

  1. મેષ – અ,લ,ઈ (Aries):
  આજનો દિવસ તમારા માટે ખુબ સાનુકુળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું થશે. તમારા દુરના મિત્ર જો તમારાથી નારાજ હોય તો તેમને આજે માનવી લો. આજનો દિવસ પરિવાર સાથે સુખ અને શાંતિથી વ્યતીત થશે તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
  શુભ અંક : ૪ શુભ રંગ : પીળો

  2.વૃષભ – બ,વ,ઉ (Taurus): 
  વાહન સંબંધિત ખર્ચ કરવાનું બની શકે છે. સુખ અને સુવિધા અને મનોરંજન પર વધુ પૈસા ખર્ચ થશે. પારિવારિક જીવનમાં અમુક પરિવર્તન આવશે. જો મકાન કે જમીન સાથે જોડાયેલ કોઈ જુનો વિવાદ છે તો તેમાં તમને સફળતા મળશે. તમારા સ્વભાવ અને વર્તનથી લોકો તમારાથી ઈમ્પ્રેસ થશે. આજે મિત્રોની સંખ્યામાં વધારો થશે. શેર માર્કેટ સાથે જોડાયેલ લોકોને ધનલાભ થશે. પોતાની જાતને વધુ વધુ સકારાત્મક બનાવી શકશો. વેપારી મિત્રો વિદેશમાં વેપાર જમાવી શકશે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. પ્રમોશન મળી શકે છે અને આજે તમારા ઉપરી અધિકારી અને સાથી કર્મચારી પણ તમારાથી ખુશ હશે.
  શુભ અંક : ૧ શુભ રંગ : આસમાની

  3. મિથુન – ક,છ,ઘ (Gemini):
  ઘરમાં આજે મહેમાન આવવામાં વધારો થશે દરેકને મળવાથી તમારું મન પ્રફુલિત થઇ જશે. અણધારી ઘણી બધી ભેટ તમને મળશે. તમારા સંતાનોને આજે કોઈ ઈજા ના થાય એની તકેદારી રાખજો. કામ પણ એટલું વધશે તમારા જીવનસાથીને કામમાં મદદ કરો આમ કરવાથી તમારા જીવનસાથી તરફથી તમને ભરપૂર પ્રેમ મળશે. આજનો દિવસભર બહુ વ્યસ્ત રહેવાને કારણે થાક અનુભવશો. તબિયતની કાળજી રાખજો.
  શુભ અંક : ૨ શુભ રંગ : ગુલાબી4. કર્ક – ડ,હ (Cancer):
  આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
  શુભ અંક : ૯ શુભ રંગ : જાંબલી

  5. સિંહ – મ,ટ (Lio):
  આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
  શુભ અંક : ૩ શુભ રંગ : આસમાની

  6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
  આર્થિક નુકશાન થવાની સંભાવના છે. આજે કોઈપણ નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવાની જરૂરત છે. બાળકો આજે ભણવામાં સારું પ્રદર્શન કરી શકશે અને તેમની સફળતા તમને ખુશી આવશે, તમારા સંબંધો મજબુત થશે. લગ્નજીવન પ્રેમથી ભરપુર રહેશે. એકબીજાનો સાથ આપીને દરેક કામ પૂર્ણ કરી શકશો. આજે અસ્થમાના દર્દીઓને રાહત થશે ફક્ત નિયમિત ડોકટરની મુલાકાત લેજો. નોકરી કરતા મિત્રોને ઉચ્ચ પદ પર સ્થાયી થઇ શકશે. વધારે પૈસા ઇન્વેસ્ટ કરવાથી વધારે લાભ મળશે. વેપારમાં નવા ભાગીદાર જોડાઈ શકશે. ભાગીદારી’થી પણ સારો ફાય
  7. તુલા – ર,ત (Libra):
  આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
  શુભ અંક : ૪ શુભ રંગ : ગુલાબી

  8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
  વેપાર વધારવા માટે કોઈ મોટા નામી વ્યક્તિ સાથે આજે મુલાકાત થશે. કોઈને ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. બાળકો સાથે સમય વિતાવી તમે આજે માનસિક શાંતિ મેળવી શકશો. વધારે ગુસ્સો ધરાવતા વ્યક્તિએ આજે મન શાંત રાખવાની જરૂરત છે. પરણિત મિત્રોને આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. ઘરમાં વડીલો સાથે વાત કરીને બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર કરો. આજે દિવસ પૂર્ણ થતા બધી સમસ્યા પૂર્ણ થઇ જશે. પરિવાર સાથે સાંજનો સમય વિતાવો.
  શુભ અંક : ૬ શુભ રંગ : પીળો

  9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
  આજે તમારા વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે તો તેના લીધે તમારા આનંદમાં વધારો થશે. પરિવાર સાથે આજે કોઈ ધાર્મિક સ્થાનની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરો. તેનાથી તમારા મનની શાંતિ બની રહશે. આજે કોઈપણ રોકાણની નવી અને લલચાવનારી સ્કીમ તમારી સામે આવી શકે છે તો કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તેનાથી ભવિષ્યમાં થતા ફાયદા અને નુકશાન વિષે વિચારી લેજો. એકંદરે રોજ કરતા આજનો દિવસ સારો રહેશે.
  શુભ અંક : ૩ શુભ રંગ : લીલો

  10. મકર – જ, ખ (Capricorn): 
  આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે કામમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
  શુભ અંક : ૮ શુભ રંગ : સફેદ

  11. કુંભ – ગ,શ,સ(Aquarius):
  સંબંધોને નિભાવતા સમયે તમે પૈસા વિષે બહુ વિચારશો નહિ. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
  શુભ અંક : ૧ શુભ રંગ : જાંબલી

  12. મીન – દ,ચ,જ,થ(Pisces):
  જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
  શુભ અંક : ૩ શુભ રંગ : લીલો

  આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
  જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

  સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.
  નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

  કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.

  વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

  તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

  અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /