શું તમે ક્યારેય વિચાર્યું છે ગર્ભપાતના સમયે બાળકના કેવા હાલ થતા હોય છે, મનમાં મમતાના ભાવ હોય તો આ આર્ટીકલ જરૂર વાંચો

  0
  234
  /
  /
  /

  ધરતી પર ભૃણહત્યા ખૂબ જ મોટું પાપ છે. અને આપણા દેશમાં તો પુત્રની ચાહમાં કન્યાભૃણની હત્યા કરી દેવામાં આવે છે. આવું થવાના કારણે તો એક સમય એવો પણ આવી શકે છે કે વંશ આગળ વધારવા માટે છોકરીઓ જ નહિ બચે. બાળકો ભગવાનના સ્વરૂપ હોય છે અને તેમને ગર્ભમાં જ મારી નાખવાએ ખૂબ જ મોટું પાપ છે.

  એક મહિલા માટે મા બનવું તેમના જીવનનો સૌથી સુંદર ક્ષણ હોય છે. પણ જરા વિચારો તે સમયે તે મહિલાના દિલ પર શું વીતતું હશે જ્યારે તેને કહેવામાં આવે કે ગર્ભપાત કરાવી લો, આ બાળક હમણાં નથી જોઈતું, એવામાં તેમના દર્દનો અંદાજો લગાવવો પણ અશક્ય છે. પણ આપણા દેશમાં ગર્ભપાતને ખુબ જ આસાન શબ્દ માનીને બોલી દેવામાં આવતું હોય છે. ખાસ કરીને મહિલાને એ સમયે ગર્ભપાત કરવાની વાત કહેવામાં આવે છે, જયારે તેમના ગર્ભમાંનું બાળક કન્યા હોય. ઘણીવાર લોકોને બાળક ન જોઈતું હોય તો તેઓ ગર્ભપાત કરાવતા હોય છે. પણ શું તમને ખબર છે આસાન લાગનારી ગર્ભપાતની આ પ્રક્રિયા કેટલી દર્દનાક અને ભયાનક હોય છે. ગર્ભપાતને લઈને તો લોકોમાં ઘણીવાર ચર્ચા કરતા સાંભળ્યા હશે, પણ તે બાળક વિશે ક્યારેય પણ વાત નથી કરતા કે તે અજ્ન્મેલા બાળકનું શું થાય છે.

  આજે અમે તમને ગર્ભપાતના સમયે થનારી ભયાનક પ્રક્રિયાને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જેમાં એ પણ જાણવા મળશે કે કેવી રીતે ગર્ભપાત થાય છે. આગળના વર્ષ Felicia Cash નામની એક મહિલાએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ગર્ભપાતના સમયે તે બાળકોની સાથે શું થાય છે

  Felicia Cashએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘જુલાઈ 2014માં મારું મિસકૈરેજ થયું હતું, જેના લીધે મારું 14 અઠવાડિયા અને 6 દિવસનું બાળક Japeth Peace મરી ગયું હતું. તે સમયે તે આશ્ચર્યજનક રીતે ખુબ વિકસિત થઇ ચુક્યું હતું, તેના પગની આંગળીઓ અને અંગુઠા પણ બની ચુક્યા હતા. સાથે જ તેના નખ પણ નીકળવાના શરુ થઇ ગયા હતા અને દેખાવા લાગ્યા હતા. તેની નાની-નાની નસો તેની પાતળી સ્કીનમાંથી દેખાઈ આવતી હતી. સાથે જ તેમની માસપેશીઓ પણ નજરમાં આવી રહી હતી. તેના માટે હું કહું છું કે અળધી અવધીમાં તે કોશિકાઓનો એક સમૂહ કે માત્ર એક માંસનો ટુકડો જ ન હતો, પણ તેની બોડી પણ એક હ્યુમન બોડી જેવી લાગવા લાગી હતી. તે એક સુંદર અને સ્વસ્થ બાળક હતું જેની રચના ભગવાને કરી હતી અને હવે તે તેની સાથે જ રહેશે.’

  તેની સાથે જ Japeth Peace એ લખ્યું કે, ‘હું આ પોસ્ટ તે લોકોને જાણકારી આપવા માટે લખી રહી છું, જેઓને એ જાણ નથી હોતી કે 3 મહિનાની ગર્ભાવસ્થામાં પણ ભ્રુણ પૂરી રીતે વિકસિત થઇ જતું હોય છે. અને એટલે 3 મહિનાના ગર્ભપાતને હલકામાં ન લેવું જોઈએ. જો કે હું એ કહેવા જઈ રહી છે કે 3.5 મહિનાની અવધિમાં બાળક કોઈ માંસનો ટુકડો કે નિર્જીવ વસ્તુ નથી હોતી. આટલા ઓછા સમયમાં પણ બાળક વિકસિત થઇ જતું હોય છે.

  ગર્ભધારણનાં 16 દિવસો બાદ જ તેમનું નાનું એવું દિલ ધડકવા લાગતું હોય છે, અને પોતાના લોહીને પંપ કરવા લાગતું હોય છે. મતલબ કે બાળકનું હૃદય મહિલાના ગર્ભવતી હોવાની જાણકારી હોવાના પહેલા જ પોતાનું કામ શરુ કરી દેતું હોય છે, જ્યારે લોકોમાં એક ખોટી ધારણા હોય છે કે જ્યાં સુધી તે બાળકોના ધબકારા સાંભળી નથી શકતા કે જોઈ નથી શકતા, તેનું હૃદય વિકસિત નથી થયું એવું નથી હોતું. જ્યારે સૌથી પહેલા હૃદય જ બનતું હોય છે અને પોતાનું કામ શરુ કરી દેતું હોય છે. ગર્ભધારણના 6 અઠવાડિયા બાદ બાળકના શ્રવણ અંગો એટલે કે કાન પણ બનવા લાગે છે અને તેમની તંત્રિકા 7મા અઠવાડિયામાં કામ શરુ કરવા લાગે છે.

  તેની સાથે જ તેમણે લખ્યું કે, ‘આ બધી જાણકારી તમને ઈન્ટરનેટ પર અને મેડીકલ જર્નલ્સ પર કે પછી પ્રેગનેન્સી ગાઈડસમાં આરામથી મળી જશે. જો કે અમુક કારણોથી લોકોને લાગે છે કે આ બધું ગર્ભવસ્થામાં ખુબ દિવસો બાદ બને છે. બની શકે કે આવું એટલા માટે કેમ કે તે લોકો દ્વારા બેવકૂફ બની રહ્યા છો, જેઓ તેમનું શોષણ કરવા માંગતા હોય. કે પછી એવું પણ બની શકે કે તે બધુ જ જાણતા હોવા છતાં પણ આંખો પર પટ્ટી અને કાનોમાં રૂ નાખી લેતા હોય છે,  કેમ કે આ સત્ય ખુબ જ કડવું છે અને આ સત્ય તેઓના અમુક ખાસ નિર્ણયોમાં બાધા ન બની જાય માટે તેઓ બધું જ જાણતા હોવા છતાં પણ પોતાની ઈચ્છાથી ગર્ભપાત કરાવતા હોય છે.’

  Image Source

  હું આશા કરું છું કે આ જાણકારી અને મારા સંતાનની દિલ પીગાળનારી આ ફોટોસ ગર્ભાવસ્થા, ગર્ભસ્થ શિશુ અને ગર્ભપાત સાથે જોડાયેલી જાણકારીને સમજવામાં થોડી વધુ મદદ કરશે. સાચે જ મા બાળકની આ માર્મિક તસ્વીરોને જોઇને એવું લાગે છે કે અબોર્ટ થનારા બાળકને કેટલી તકલીફ પડતી હશે.

  અંતમાં હું બસ એજ કહેવા માંગુ છું કે જો તમે પણ ગર્ભપાત કરાવાનું વિચારી રહ્યા છો, તો એકવાર ફરી આ સચ્ચાઈને જાણ્યા બાદ પુન:વિચાર કરો કે શું યોગ્ય છે. તે કોઈપણ રીતે શર્મનાક, કમજોર, કે કોઈની નિંદા કરવાનો પ્રયાસ નથી. આ તે માતાની તમને અપીલ છે, જેણે મિસકેરેજને લીધે પોતાનું બાળક ગુમાવ્યું હતું. માટે જે પણ કદમ ઉઠાવો પણ જરા સમજી વિચારીને. ગર્ભપાત સિવાય બીજા ઘણા બધા વિકલ્પ મોજુદ છે.

  Felicia Cashની આ પોસ્ટ તેઓના દિલો સુધી જરૂર પહોંચશે જેઓનો કોઈ કારણોસર મિસકેરેજ થઇ ગયું હોય અને પોતાના બાળકને ગુમાવી દીધું હોય.

  પણ હું સવાલ તેઓને કરવા માંગુ છું જેઓ પોતાની મરજીથી ગર્ભપાત કરાવતા હોય છે, શું તેઓને એ વાતનો અહેસાસ નથી થતો કે તે દુનિયામાં આવવા પહેલા જ ગર્ભની અંદર બાળકને મારી દેતા હોય છે. શું તમને ખબર છે કે ગર્ભપાતના સમયે બાળકને કેટલી તકલીફ પડતી હોય છે? કદાચ તો નહિ, ત્યારે જ તો અજ્ન્મેલા બાળકની સાથે એટલી ક્રુરતા કરવાની હિમ્મત કરી શકતા હોવ.

  તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે હોસ્પીટલમાં કોઈ મહિલાનું અબોર્શન કરવામાં આવે છે તો તેને સૈલાઈન અબોર્શન (Saline Abortion) કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ખુબ દર્દનાક હોય છે. જેમાં ઇન્જેક્શનની મદદથી મહિલાના ગર્ભમાં એક એવું લીક્વીડ નાખવામાં આવે છે, જેની અસરથી બાળક મરી જાય છે. આ લીક્વીડની અસર એટલી ખતરનાક હોય છે કે બાળકનાં ફેફસા અને સ્કીન પૂરી રીતે જલી જાય છે અને તે મરી જાય છે. તેના બાદ મહિલાનું પ્રસવ કરાવવામાં આવે છે, જેના બાદ મરેલું બાળક ગર્ભમાંથી બહાર આવે છે. પણ જરા વિચારો જો તેના બાદ પણ જીવિત બચી જાય તો તે બળેલા અને અવિકસિત બાળકનો કોઈ ઈલાજ થઇ શકતો નથી અને ન કોઈ દેખભાળ, પણ તેને મરવા માટે છોડી દેવામાં આવે છે.

  આજે પણ આપના દેશમાં ગર્ભમાં છોકરી હોવા પર ગર્ભવતી મહિલાનું જબરજસ્તીથી ઘરમાં જ અબોર્શન કરાવી દેવામાં આવે છે, જેને કારણ ઘણીવાર મહિલાઓ મૃત્યુ પણ પામતી હોય છે. જ્યારે ઘણીવાર બળાત્કારનાં પરિણામ સ્વરૂપ ગર્ભવતી મહિલાના ડોક્ટરની મદદથી અબોર્શન કરાવામાં આવે છે. કેમ કે આપણો સમાજ તેને અપનાવતો નથી.

  અહી હું એક વાત કહેવા માંગીશ કે જો તમને બાળક નથી જોઈતું તો પ્રોટેક્શનનો ઉપયોગ કેમ નથી કરતા? અને તે છતાં પણ ગર્ભધારણ થઇ જાય, તો તેને મારવું ઉચિત નથી, શું તેના માટે અન્ય કોઈ વિકલ્પ નથી, તે બાળકને તમે એ લોકોને આપી શકો છો, જે નિઃસંતાન છે, જે બાળક માટે તરસતા હોય છે. તમને પ્રોટેક્શન ખરીદવામાં શરમ આવે છે, પણ શું નાના એવા જીવને મારી નાખવામાં શરમ નથી આવતી?

  આ ખુબ મોટો સવાલ છે, તેના વિશે જરૂર એકવાર વિચાર કરજો. જો તમે વિચારશો તો તમને તે જીવનું દુઃખ સમજમાં આવશે જે દુનિયામાં આવવા માંગે છે, પણ આવી નથી શકતો.

  કોખમાં દીકરીઓને મારનારને શ્રીકૃષ્ણ આપે છે એવી સજા, સાંભળીને શરીર કાંપી જશે…

  આપણા ધર્મ અને ધર્મગ્રંથોમાં જીવની હત્યાને પાપ કહેવામાં આવ્યું છે. તો જો ભ્રુણ હત્યા કરવામાં આવે તો એ તો મહાપાપ બની જાય છે. આપણા દેશમાં દેવીઓની પૂજા થાય છે, ત્યારે સ્ત્રીઓ સાથે આવું કોઈ પાપ કરવું તો અક્ષમનીય અપરાધ માનવામાં આવે છે.

  ધાર્મિક શાસ્ત્રો અને પુરાણોમાં જઘન્ય અપરાધો અને કૃત્યો માટે અલગ અલગ સજા માટે વિસ્તારથી જણાવાયું કે મૃત્યુ પછી એની આત્માને ભોગવવા પડે છે અત્યંત પીડા ભર્યા કષ્ટ. ગરુડ પુરાણમાં જે લખ્યું છે એ સાંભળીને તો કોઈનું પણ શરીર કંપી ઉઠે. ભગવાન શ્રીકૃષ્ણએ તો સ્ત્રી ભ્રુણ હત્યા કરનારની તો એવી સજા નક્કી કરી છે કે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિની રૂંવાટી ઉભી થઈ જાય.ભગવાન શ્રીકૃષ્ણના મતે સૌથી મોટું પાપ અને અપરાધ છે તો એ સ્ત્રી ભ્રુણ હત્યા છે. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂરું થયા બાદ દ્રોણાચાર્યના પુત્ર અસ્વ્ત્થામા અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલ શિશુની બ્રહ્માસ્ત્રના પ્રયોગથી હત્યા કરી નાંખી હતી. ગર્ભસ્થ શિશુની હત્યાથી ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા હતાં.

  Image Source

  ભગવાન શ્રીકૃષ્ણે ત્યારે જ ઘોષણા કરીને કહ્યું હતું કે અસ્વ્ત્થામાનું આ પાપ બધા જ પાપોમાં મોટું છે, કારણ કે અસ્વ્ત્થામાએ એક અજન્મેલ બાળકની હત્યા કરી છે. શ્રીકૃષ્ણે અસ્વ્ત્થામા ને સ્વંય સજા આપતા અસ્વ્ત્થામાના માથા પર રહેલ ચિંતામણી રત્ન છીનવી લીધો હતો અને શ્રાપ આપ્યો કે તે જન્મ તો જોઈ લીધો, પણ મૃત્યુ જોઈ નહીં શકે. એટલે કે જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી તું જીવિત રહીશ અને કષ્ટ ભોગવીશ.

  એટલે જ એ લોકો સાવધાન થઈ જાય, જે લોકો જન્મથી પહેલા ગર્ભમાં રહેલ ભ્રુણની હત્યા કરે છે એટલે કે ગર્ભપાત કરાવે છે. આવા લોકોને ભગવાન શ્રીકૃષ્ણ મૃત્યુ પછી એવી સજા આપે છે કે મુક્તિ થશે નહીં. આ સિવાય પણ ગરુડ પુરાણમાં એવા અપરાધો વિશે જણાવાયું છે કે જે જાણીને તમારી રૂંવાટી ઉભી થઈ જશે.

  જો કોઈ પુરુષ પરસ્ત્રી સાથે સંબંધ રાખે છે તો એને ગરમ લોખંડના સળિયા સાથે બાંધવામાં આવે છે. જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તો એને નર્ક ભોગવીને લક્કડ ખોદના સ્વરૂપે જન્મ લેવો પડે છે. કુંવારી છોકરીઓ સાથે સંબંધ બનાવનારને નર્કની ઘોર યાતના બાદ અજગરના સ્વરૂપમાં જન્મ લેવો પડે છે.

  જે વ્યક્તિ કામ ભાવનાથી પીડિત થઈને ગુરુની પત્નીનું માન ભંગ કરે છે એને વર્ષોની નર્કની યાતના બાદ ગરોળીની યોનિમાં જન્મ લેવો પડે છે. મિત્રથી વિશ્વાસઘાત કરીને એની પત્ની સાથે સંબંધ બનાવનારને ગધેડાની યોનિમાં જન્મ લેવો પડે છે.

  મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

  https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

  મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

  મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

  મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /
  Banner