૩ માર્ચ સુધી ભુજ-બાન્દ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેન હળવદ સ્ટેશન પર રોકાશે નહીં

0
42
/

ડબલ ટ્રેક કામગીરીને કારણે ૧૫ દિવસ સ્ટોપ પણ નહીં મળે..!

હળવદ: હાલ અમદાવાદ ડિવિઝનના વિરમગામ સામખીયાળી સેક્સનના સુખપર-હળવદ-ધનાળા સ્ટેશનો વચ્ચે હાલ ડબલ ટ્રેકનું કામ ચાલુ હોય જેને કારણે ૧૬ ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી ભુજ-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેનને હળવદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નહી અપાય તેવુ રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયુ છે.

હાલ સુખપર -હળવદ-ધનાળા વચ્ચે ડબલ ટ્રેકનું કામ કાર્યરત હોય જેને કારણે ટ્રેન નંબર ૦૯૪૫૬/૦૯૪૫૫ ભુજ-બાન્દ્રા સ્પેશિયલ હળવદ રેલવે સ્ટેશન પર રોકાશે નહીં, વધુમાં પશ્ચિમ રેલવે અમદાવાદના જન સંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજ-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ થી અને ટ્રેન નંબર ૦૯૪૫૫ બાંદ્રા-ટર્મિનલ ભુજ સ્પેશ્યલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૩ માર્ચ સુધી હળવદ રેલવે સ્ટેશન પર રોકાશે નહીં જેની ખાસ નોંધ લેવા મુસાફરોને પણ જણાવાયું છે.

(

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/