હળવદના કોરોના સેન્ટરમાં જ પોઝિટિવ દર્દીઓની સારવાર કરવાની માંગણી

0
29
/

સિવિલ હોસ્પિટલમાં અન્ય રોગોના દર્દીઓને મુક્તમને સારવાર કરવા આવે તે માટે કોરોના સેન્ટરમાં જ કોરોનાના દર્દીઓની સારવાર કરાવવાની રજુઆત

હળવદ:હળવદ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે એક અલગ આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે અને હાલ અહીં કોરોનાના દર્દીઓને સારવાર પણ આપવામાં આવી રહી છે જોકે અન્ય રોગના દર્દીઓ ચેપ લાગવાની બીકે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવાનું ટાળી રહ્યા છે જેને કારણે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જેથી હળવદ પાલિકા ના સેનિટેસન ચેરમેન અને ભાજપ ના મહામંત્રી એ જણાવ્યું હતું કે હળવદમાં બે જગ્યા ને કોરોના સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લા સહિત હળવદમાં પણ કોરોનાનો દિવસેને દિવસે કહેર વધતો જઈ રહ્યો છે હળવદમાં પાછલા બે મહિનામાં જ કોરોના ના આંકડા ચિંતાજનક વધ્યા છે સાથે જ હળવદ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે તેમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જોકે તેને કારણે અન્ય રોગના જે દર્દીઓ સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે તેઓ ચેપ લાગવાની બીકે સારવાર લેવા આવવાનું ટાળી રહ્યા છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે જેથી હળવદ પાલિકાના સેનિટેશનના ચેરમેન રમેશભાઈ પારેજીયા અને ભાજપ મહામંત્રી સંદીપભાઈ પટેલ એ જણાવ્યું હતું કે હળવદમાં જે કોરોના સેન્ટર બનાવવામાં આવ્યું છે તે મોડલ સ્કૂલ અને ચરાડવા નર્સિંગ કોલેજન ત્યાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવે સાથે જ અહીં જે મોડલ સ્કૂલ આવેલી છે ત્યાં વાતાવરણ પણ એકદમ ખુલ્લું હોય જે દર્દીઓને પણ અનુકૂળ આવે તેવું છે

જેથી મોડલ સ્કૂલ અથવા તો ચડવા નર્સિંગ કોલેજમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવે તો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખાસ કરીને જે અત્યારે ગરીબ લોકો આવતા ડરે છે તેઓમા ડર ઓછો થાય સાથેજ આમેય હળવદ સરકારી હોસ્પિટલ ગામ વચ્ચે જ આવેલી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/