મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે

0
18
/

કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ ગઈ 

મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર પટેલે ઉપસ્થિત અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ગરિમાપુર્ણ અને સરકારશ્રીની ઉજવણી સંદર્ભેની ગાઈડલાઈન મુજબ સાંસ્કૃતીક કાર્યક્રમ આ વખતે યોજાશે નહી તેમજ સોશીયલ ડીસ્ટન્સનો અમલ કરવા સુચનાઓ આપી હતી.આ ઉજવણી કાર્યક્રમમાં પૂરતી પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક-સલામતી, આરોગ્ય તેમજ વિજ પુરવઠો જળવાઇ રહે તે માટેનાસૂચારૂ આયોજન અંગેની તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરે આ બેઠકમાં સૂચનાઓ આપેલ હતી.

(જે.બી. પટેલ સાહેબ : કલેક્ટરશ્રી મોરબી જિલ્લો )

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/