વાંકાનેર નજીક કારખાનાની નકામી માટી ભરવા બાબતે મારામારી !!

0
65
/
બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

વાંકાનેર તાજેતરમા વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાની વેસ્ટ માટી ભરવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને જૂથો એકબીજા સામે આવી જઈને હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. બાદમાં બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. આથી, વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રહેતા જીવણભાઇ રાણાભાઇ વિજવાડીયા (ઉ.વ. ૪૨) એ આરોપીઓ ધારાભાઇ રબારી, મયુરભાઇ રમણીકભાઇ, બાબુભાઇ જેમાભાઇ, ધારાની ફુઇનો દીકરો, ધારાના ફૃવા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૬ના રોજ ફરીયાદીના પિતા જીવણભાઇએ બુરોકોન કારખાના પાછળ ખાણમાંથી કારખાનાનો વેસ્ટ માલ (માટી) રગડો લોડર તથા જે.સી.બી.થી બહાર કઢાવી ઢગલો કર્યો હતો. આ માટી આરોપીએ પોતાના વાહનો હાઇવા ડમ્પરમાં ભરાવી કારખાના પાસે ઢગલો કરી દીધો હતો. આથી, ફરીયાદીના પિતાજીએ પોતાની વેસ્ટ માટી (રગડો) પરત ભરવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદીના પિતાને ગાળો આપી તેમને તથા સાહેદોને શરીરે આડેધડ લોખંડનો પાઇપ, લાકડી, ધોકા વતી માર મારી ઇજા, મુંઢ ઇજા, ફેકચર તેમજ ફરીયાદીના પિતાને ગંભીર ઇજા પણ કરી હતી.

( રિપોર્ટ : હરદેવસિંહ ઝાલા )

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/