વાંકાનેરના વીશીપરા ચોકમાં વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્શ પકડાયો

0
68
/

વાંકાનેર : આજે વાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 6ના રોજ વાંકાનેરના વીશીપરા ચોકમાંથી સલીમભાઇ હનીફભાઇ મેતર (ઉ.વ. 36, રહે. મીલ પ્લોટ)ને ગેરકાયદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કીની બોટલ નંગ 5 (કિં.રૂ. 1500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી સલીમની અટકાયત કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/