પોલીસને ગેરમાર્ગે દોરનાર બનેવી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ
વાંકાનેર : તાજેતરમા વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હતી. આ હકીકત પોલીસ તપાસમાં ખુલતા ચકચાર મચી ગઈ હતી. વાંકાનેર તાલુકા પોલીસએ યુવતીને તેના પરિવારને સોંપી છે. અને યુવતીના બનેવી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. રર/૯/ર૦ર૦ના રોજ નોંધાયેલ બનાવમાં નરશીભાઇ દેવજીભાઇ પઢારીયા (ઉ.વ. ૬૦, ધંધો લુહારી કામ, રહે. મોરબી, મહેન્દ્રનગર, તક્ષશીલા સ્કુલની બાજુમાં)એ જાહેર કરેલ કે પોતાની દિકરી મોનિકા (ઉ.વ.૨૭) પોતાના સ્કુટર જી.જે.૩૬.સી.૬૬૪૦ લઇ પોતાના ઘરે મોરબીથી નિકળી વાંકાનેર, મહાદેવ નગર, પંચાસર રોડ ઉપર રહેતી પોતાની મોટી દિકરી દિપ્તી સંદીપભાઇ ગોહેલના ઘરે ગયેલ હતી. અને તા. ૨૦/૯/૨૦૨૦ના બપોરના ત્રણેક વાગ્યે વાંકાનેર ખાતેથી મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી. આ દરમ્યાન વાંકાનેર તાલુકાના ઢુવા ગામ મહા નદીના પુલ ઉપર પોતાનું એકટીવા તથા મોબાઇલ તથા વોલેટ મુકી કોઇને કહયા વગર જતી રહેલી હતી. આ બનાવ અંગે ગુમસુદા રજીસ્ટર કરવામાં આવેલ હતી.
આ બનાવમાં ગુમ થનાર મોનિકાને શોધી કાઢવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા તપાસ દરમિયાન લાગતા-વળગતા લોકોની પૂછતાછ કરતા હતા. ત્યારે ગુમ થનારના બનેવી સંદીપ કિશોરભાઇ ગોહેલ (રહે. વાંકાનેર)એ પોલીસને ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નહી હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસે ઉડાણપુર્વક તપાસ કરીને સંદીપભાઈને પોલીસે યુકિત-પ્રયુક્તિપુર્વક પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. અને ત્યારે પોલીસને હકીકત જણાવેલ કે, ગુમ થનાર મોનીકા સાથે પોતાને પ્રેમ સંબંધ હોય. જેથી, પોતે જ વાંકાનેર ખાતે મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનુ સ્વીકારેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide