ગીર સોમનાથ : હાલ ગીર ગઢડા ગામે પસાર થતા ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બન્ને બાજુ મોટા પ્રમાણમાં થયેલા દબાણને લીધે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યાઓ થતી હોવાથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અને દબાણકર્તાઓને નોટિસો ફટકારવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
આજે ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બંને બાજુ દુકાન ધરાવતા વેપારીઓએ કલેકટરને લખેલું એક આવેદનપત્ર ગીર ગઢડા મામલતદાર કચેરીએ આપીને જણાવ્યું હતું કે ગીરગઢડામાં કોઈ ગામતળ નથી તેમ જ નાના-મોટા વેપારીઓને ધંધો કરવા માટે કોઈ સરકારી જમીન ફાળવવામાં આવી નથી. જેથી હાલ પૂરતું ઓપરેશન ડીમોલેશન મુલતવી રાખવા માગણી પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide