હળવદના રણકાંઠાના જોગડ ગામે બે અજગરના બચ્ચા મળી આવતા આશ્ચર્ય !!

0
88
/
વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરીને બન્ને અજગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે ખસેડયા

હળવદ : હાલ  હળવદના રણકાંઠાના જોગડ ગામે આજે અજગરના બે બચ્ચા મળી આવ્યા હતા. રણકાંઠાના ગામમાં બે અજગરના બચ્ચા મળી આવતા લોકો કુતુહલવશ અગજરના બચ્ચા જોવા ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં હળવદની ફોરેસ્ટ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બન્ને અજગરના બચ્ચાઓનું સલામતપૂર્વક રેસ્ક્યુ કરીને બન્નેને હાલ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રણકાંઠાના જોગડ ગામે આજે સૂકા ભઠ રણ વિસ્તારમાં ક્યાંકથી બે અજગરના બચ્ચા આવી ચડ્યા હતા. રણકાંઠાના ગામમાં બે અજગરના બચ્ચા જોવા મળતા આસપાસ ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં ગામના યુવાનોએ આ બનાવની હળવદ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આથી, હળવદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કનકસિંહ અને એ. એ. બીહોલા ટીમ સાથે હળવદના જોગડ ગામે દોડી ગયા હતા અને બન્ને અજગરના બચ્ચાઓનું સલામતીપૂર્વક રેસ્ક્યુ કરીને હાલ આ બન્ને અજગરના બચ્ચાઓને વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રાના ખારામાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/