હળવદ : તાજેતરમા સ્વચ્છતા સાક્ષરતા અભિયાન (સેનીટેઝન લિટરેસી કેમ્પેઈન) તા. ૦૨/૧૦/૨૦૨૦ થી ૨૬/૦૧/૨૦૨૧ ના ભાગ રૂપે તા. ૧૬/૦૧/૨૦૨૧ શનિવારના રોજ હળવદ તાલુકાના સાપકડા ખાતે નાબાર્ડ સુરેન્દ્રનગર આયોજિત દિવ્ય જ્યોતી ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી દ્વારા સ્વચ્છતા શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાબાર્ડના ડી.ડી.એમ. અરસુ બરનાબાસ એ હાલમાં પ્રવર્તમાન કોરોના મહામારી અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સોશ્યલ ડિસ્ટન્સિંગની જરૂરિયાત, માસ્કનો ફરજિયાત ઉપયોગ તેમજ સ્વચ્છતા અંગે વિસ્તૃત છણાવટ દ્વારા તેમણે ગ્રામીણ સમુદાયનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે તે માટે નાબાર્ડની તત્પરતા વિશે જણાવ્યું હતું.
બાબુભાઈ ગામીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારોની છણાવટ કરી. “ગંદકી ત્યાં માંદગી” અને “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” પર ભાર દઈ જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવેલ હતું. તેઓએ ઘરે ઘરે સૌચાલય બનાવવા અને તેનો ઉપયોગ કરી સ્વચ્છતા જાળવવા માટે ગ્રામ્ય જનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ઉપસ્થિત ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા સપથ પણ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમમાં નાબાર્ડના ડી.ડી.એમ. અરસુ બરનાબાસ, ગામના સરપંચ હકુભા ઝાલા, સંસ્થાના મંત્રી બી. ડી. ગામી, એસ.બી.એમ.ના વિજયભાઈ, સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ડી. વી. બાવરવા તેમજ સખી મંડળના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં સ્વચ્છતા અંગેની ફિલ્મ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી હતી. તેમ મોરબી દિવ્ય જ્યોતી ગ્રામ વિકાસ કેળવણી મંડળના મંત્રી બી. ડી. ગામીએ યાદીમાં પણ જણાવ્યુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide