પોલીસની તપાસમાં અન્ય બે બુટલેગરોના નામ પણ બહાર આવ્યા
વાંકાનેર :હાલ મોરબી એલસીબી (લોકલ.ક્રાઇમ બ્રાંચ) ની ટીમે આજે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે આવેલ રહેણાંક મકાનમાં દોરડો પાડી રૂ. 28 હજારથી વધુની કિંમતના ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે પોલીસની તપાસમાં અન્ય બે બુટલેગરોના નામ બહાર આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં વિદેશી દારૂના વેચાણની પ્રવૃતિઓ અંકુશમાં લાવવાની સૂચના આપતા એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા અને વિક્રમભાઈ કુગશિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા જીવણભાઈ અણદાભાઈ કોળી તથા રમેશભાઈ સોમાભાઈ કોળીએ ભાગીદારીમાં ઈંગ્લીશ દારૂનો ધંધો ચાલુ કરી આ ઈંગ્લીશ દારૂનો જથ્થો ચિત્રાખડા ગામની સીમમાં ઉડવી તરફ જવાના રસ્તે ગેલમાના મંદિર પાસે રહેતા રમેશભાઈ સોમાભાઈ કોળીની વાડીમાં બનાવેલા રહેણાંક મકાનમાં રાખ્યો છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબી પોલીસ સ્ટાફ ત્યાં ત્રાટક્યો હતો અને પોલીસે તે સ્થળેથી રૂ.28,125 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 75 બોટલો સાથે આરોપી જીવણભાઈ અણદાભાઈ કોળીને ઝડપી લીધો હતો. તેમજ હાજર ન મળી આવેલા અન્ય બે આરોપીઓ રમેશભાઈ સોમાભાઈ કોળી અને નવનીતભાઈ કોળી સામે ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide