ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ.ની મદદથી ડિસેમ્બર 2020માં ભરૂચથી ચોરેલા બાઇક સહીત આરોપીને ઝડપી લેવાયા
ટંકારા: તાજેતરમા વાહન ચોરી જેવા ગુન્હામાં ભારે સગવડતારૂપ સાબિત થઈ રહેલી ‘ઇ-ગુજકોપ પોકેટ કોપ’ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ટંકારા પોલીસે ચોરીના બાઇક સાથે બે શખ્સોની અટકાયત કરી ભરૂચ પોલીસને જાણ કરી છે.
ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચથી ચોરેલા બાઇક સાથે હાલ ટંકારા ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશ અને દાહોદના બે શખ્સો ટંકારા પોલીસના ચેકીંગ દરમ્યાન નજરે ચડ્યા હતા. શંકાને આધારે બાઇક પર જઈ રહેલા બન્ને શખ્સોને અટકાવી બાઇકના કાગળો માંગતા બન્ને શખ્સો ગેંગેંફેફે કરવા લાગતા બન્નેને પોલીસ સ્ટેશને લઈ આવી ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ.ની મદદથી બાઈકના ચેસીસ નંબરને આધારે મૂળ માલિક અને બાઈકના રજિસ્ટ્રેશન નંબર મળી આવ્યા હતા. જેના આધારે તપાસ કરતા GJ 22 K- 6353 નંબરનું આ બજાજ કંપનીનું પ્લસર બાઇક ભરૂચમાંથી ચોરાયું હોવાની 19/12/20ની ફરિયાદ મળી આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide