હળવદ : તાજેતરમા હળવદના કીડી સબ સેન્ટર ખાતે ગઈકાલે તા. 25ના રોજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-મોરબી, તાલુકા હેલ્થ ઓફીસ-હળવદ અને મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર (રણ) દ્વારા અગરિયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ 226 લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં ટી.એચ.ઓ. ડોક્ટર ભાવિન ભટ્ટી, બાળરોગ નિષ્ણાત ડો. ચિરાગ પટેલ, ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર વૈશાલીબેન પટેલ, જનરલ રોગના નિષ્ણાંત ડોક્ટર કુંજલબેન ભટ્ટી અને ડો. કિશનભાઇ દેથરીયા તેમજ મારુતસિંહ ભારતસિંહ બારૈયા (મોરબી જિલ્લા કોઓર્ડિનેટર, હિતરક્ષક મંચ), સબ સેન્ટરની ટીમ, મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર-(રણ)ની ટીમ એ સેવા પણ આપી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide