વાંકાનેરમાં હોળી ધુળેટી પર્વનો નિરસ માહોલ : બજારો ખાલી ખમ!

0
41
/

સવારે માત્ર ગ્રામીણ ઘરાકી દેખાઈ – પિચકારી-સહિત રંગનાં વેપારીઓ જુવે છે ગ્રાહકોની રાહ!

વાંકાનેર : આ વખતના સાલ કોરોનાની અસરને કારણે હોળી ધુળેટી પર્વનો પણ શુષ્ક માહોલ જોવા મળ્યો હતો. સવારે માત્ર ગ્રામીણ ઘરાકીને બાદ કરતા એકંદરે બજાર ખાલી ખમ જોવા મળી હતી.

કોરોના મહામારીએ આખા વર્ષ દરમ્યાન દરેક તહેવારોની ઉજવણી બગાડી છે. ત્યારે આવતી કાલે હોળી અને સોમવારે ધુળેટી પર્વ હોવા છતાં વાંકાનેરની મુખ્ય બજારમાં જોઈએ તેવો કરંટ દેખાયો નથી. સવારે માત્ર ગ્રામીણ ઘરાકી જોવા મળી હતી અને ખજૂર, ધાણી દાળિયા, હારડાની ખરીદી નીકળી હતી. તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

જોકે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ધુળેટી ઉજવણી પર નિયંત્રણ લાદવામાં આવતા મોટાભાગના પિચકારી રંગોનાં વેપારીઓનો માલ જેમનો તેમ સજાવેલો પણ જોવા મળ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/