આમરણ મુકામે દાવલશા પીર નો 525 મો વાર્ષિક ઉષ શરીફ તા. 15/7/2019 સોમવારે યોજાશે

0
964
/

આમરણ મુકામે હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતિક હઝરત દાવલશાપીર વલી અલ્લાહ નો ઉષ મુબારક નો ભવ્ય કાર્યક્રમ તા. 15/7/2019 અને સોમવારે અને ઇસ્લામી જીલકાદ તા. 11 ના રોજ ઉજવામા આવશે.આ ઉષ મા લાખો ની સંખ્યામા હિન્દુ મુસ્લિમો મોટી આસ્થા સાથે તેમજ તેમની માનતા પુરી કરવા માટે માનવ મહેરામણ ઉભરાય છે. તા. 15/7/2019 સોમવાર ના રોજ રાત્રે 10 કલાકે સંદલ કિરયા માટે દરગાહ ના દવાર બંધ કરવામા આવશે. અને રાત્રે 12 કલાકે દરગાહ ના દવાર ખોલવામા આવશે.ત્યાર બાદ ખુબજ ધામધૂમથી પહેલી ચાદર શરીફ ચઢાવામા આવશે. આ કાર્યક્રમ મા રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ રાત્રીભર ન્યાજ ચાલુ રહેશે. આ સુફી સંત ઓલીયા દાવલશા પીરે ભરવાડ પાંચા બાપા ને આંખે દેખતા ન હતા તેને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે. તેમજ દાવલશાહ પીર ની દરગાહ શરીફ કે ઉષ શરીફ નો બહાર ગામ કે કોઈ અન્ય જગ્યાએ ફંડ ફાળો કરવામા આવતો નથી તેમજ ન્યાજ જામનગર ના હાજી કાસમ એરંડીયા અને જસદણ વાળા ઓ તરફથી કરવામા આવે છે. તેમ દરગાહ ના પ્રમુખ મુનાફભાઇ જુણેજા. ઉપપ્રમુખ રહીમભાઇ સુમરા. અને ટ્રસ્ટી ડાયાભાઇ જીલુભાઇ કુંભરવાડિયા. પત્રકાર સબીરમીયા બાવામીયા બુખારી બાપુ એ યાદી મા જણાવ્યુ છે. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમો ની આસથા ના પ્રતિક હઝરત દાવલશાપીર ના ઉષ મુબારક મા જોડાવવા માટે જાહેર જનતા ને ભાવભર્યુ આમંત્રણ આપયા નુ યાદી મા જણાવાયુ છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/